સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત જાહેર પરિવહન સેવા દ્વારા મહિલા માટે સરલ પાસ યોજનાની જાહેરાત કરાઈ છે, 1 એપ્રિલથી એક હજારના પાસમાં કરી શકશે એક વર્ષની મુસાફરી
સમગ્ર ગુજરાતમાં માસ ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત સૌથી વધુ રાઇડરશીપ સુરતમાં નોંધાઇ છે. સુરત શહેરમાં પ્રતિદિન સરેરાશ 2.50 લાખ લોકો સિટીબસ અને બીઆરટીએસમાં મુસાફરી કરી રહ્યાં છે. સુરતીઓ માટે મહત્વપૂર્ણ બની રહેલા માસ ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત મહિલાઓ માટે સ્પેશ્યલ બસ દોડાવવા પાલિકાએ આયોજન કર્યું છે.
અલગ કલર કોડની બસ દોડાવવા ઉપરાંત અત્યાર સુધી વડીલો અને વિદ્યાર્થીઓને સરલ પાસ યોજના હેઠળ મળતી સુવિધા મહિલાઓ માટે પણ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. આગામી તા. 1લી એપ્રિલથી સરલ પાસ દ્વારા મહિલાઓ પણ સિટીબસમાં આખો દિવસ ગમે ત્યાં મુસાફરી કરી શકશે. ત્રણ માસ માટે રૂપિયા 300, 6 માસ માટે રૂપિયા 500 અને 1 વર્ષ માટે રૂપિયા 1,000 નો ટિકિટ દર નક્કી કરવામાં આવ્યો છે.
ગુજરાતના આ શહેરમાં મહિલાઓ આખું વર્ષ સિટીબસમાં કરી શકશે અનલિમિટેડ મુસાફરી, એ પણ ફક્ત આટલાં રૂપિયામાં
સુરતમાં જાહેર પરિવહન સેવાને લોકપયોગી બનાવવાનો પ્રયાસ
શહેરમાં મહિલાઓ એક હજારના પાસમાં કરી શકશે એક વર્ષની મુસાફરી
1 એપ્રિલથી કરાશે સરલ પાસ યોજનાનો પ્રારંભ
સુરતમાં જાહેર પરિવહન સેવા લોકપયોગી બનાવવા વધુ એક નાગરિક હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાનો મહિલાઓ વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે ઉમદા અભિગમથી નિર્ણય લેવાયો છે. શહેરની સીટી બસમાં મહિલાઓ એક હજારના પાસમાં એક વર્ષ મુસાફરી કરી શકશે.
અનલિમિટેડ મુસાફરીની આ યોજનાની જાહેરાત
સુરત મહાનગરપાલિકા સંચાલિત જાહેર પરિવહન સેવાનો મહિલાઓ વધુમાં લાભ મેળવી શકે તે માટે સરળ પાસ યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરમાં મહિલાઓ હવે એક હજારના પાસમાં એક વર્ષ જેટલો સમય મુસાફરી કરી શકશે. આખું વર્ષ અનલિમિટેડ મુસાફરીની આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 1 એપ્રિલથી સરલ પાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. સરલ પાસ યોજનાનો લાભ બાળકો અને વૃદ્ધો બાદ મહિલાઓને પણ મળશે.