લોકસભા ચૂંટણી પરિણામ 2024 : લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કા માં યોજાઈ હતી જ્યારે ગુજરાતમાં 7 મે ના રોજ યોજાઈ હતી, ત્યારે આજે એટલે કે 4 જૂન 2024 ના રોજ પરિણામ જાહેર થશે. આજના પરિણામ બાદ જાણવા મળશે કે આગામી ૫ વર્ષ કોની સરકાર બનશે.
2019ના ચૂંટણી પરીણામો પર એક નજર
2019ના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો NDAને 355 બેઠકો મળી હતી. જેમાંથી 305 બેઠકો ભાજપને ફાળે ગઈ હતી. ત્યારે આ વખતે એક્ઝિટ પોલના આંકડા જોતા આ વખતે NDAને 15 બેઠકોનું નુકશાન થઈ શકે છે. તો કોંગ્રેસની વાત કરીએ તો, 2019ની ચૂંટણીમાં યુપીએને 91 બેઠકો મળી હતી. જેમાંથી કોંગ્રેસને ફાળે 52 બેઠકો ગઈ હતી. ત્યારે આ વખતે 65 બેઠકો મળી શકે છે. તેથી 13 બેઠકો વધુ મળી શકે છે.
542 લોકસભા ચૂંટણીનું પરિણામ લાઇવ
આખરે દેશના જ નહીં, વિશ્વભરના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી પહોંચ્યો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશની 2024ની લોકસભા ચૂંટણીનું પરિણામ (Election Results 2024) 4 જૂન, મંગળવારના રોજ જાહેર થવા જઇ રહ્યું છે. રોમાંચની પરાકાષ્ઠા જેવા આ હાઇપ્રોફાઇલ મુકાબલાની પળેપળની અપડેટ્સથી તમને માહિતગાર રાખવા માટે સોસીયો એજ્યુકેશન સજ્જ છે. ઝીણામાં ઝીણી તમામ અપડેટ્સ આપના સુધી લાઇવ પહોંચાડતા રહેશે. યાને કે ઇલેક્શન રિઝલ્ટ કાઉન્ટિંગ સેન્ટરથી સીધું જ તમારા મોબાઇલમાં જોવા મળશે.