PM Free Silai Machine Yojana || પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના 2023, જાણો પુરી માહિતી

By | April 9, 2023

PM Free Silai Machine Yojana || પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના 2023, જાણો પુરી માહિતી || ફ્રી સિલાઇ મશીન યોજના 2023: મહિલાઓ પોતાનો સ્વ રોજગાર કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામા આવે છે. જેમાં ફ્રી સિલાઇ મશીન યોજના મુખ્ય છે. મહિલાઓ શીવણ નો કોર્સ કરી ઘરેબેઠા જ સ્વરોજગારી મેળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલાઓને સિલાઇ મશીન ખરીદવા માટે સહાય આપવામા આવે છે. ગુજરાત સરકારની કઇ કઇ યોજનાઓ અંતર્ગત Free Silai machine સહાય આપવામા આવે છે તે માહિતી જોઇએ.

Table of Contents

ફ્રી સિલાઇ મશીન યોજના 2023

સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગો જેવા કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. તે માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા માનવ ગરિમા યોજનાની જાહેરાત કરી હતી. માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ વ્યવસાય માટે સ્વરોજગારી માટે સાધન સહય આપવામા આવે છે . ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ sje.gujarat.gov.in 2023 હેઠળ ચાલે છે. આ યોજનામાં કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટુલ્સ કીટ આપવામા આવે છે.

પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના 2023, જાણો પુરી માહિતી

યોજના ફ્રી સિલાઈ મશીન યોજના 2023
યોજના નુ નામ માનવ ગરીમા યોજના
માનવ કલ્યાણ યોજના
યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને સ્વરોજગારીની તકો
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન અરજી
Official Website https://sje.gujarat.gov.in/
https://e-kutir.gujarat.gov.in

પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજનાની વિગતો

પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના એ એક સરકારી કાર્યક્રમ છે જે આર્થિક રીતે વંચિત અને કામ કરતી મહિલાઓને મફત સિલાઈ મશીન પ્રદાન કરે છે. આ મશીનથી તેઓ ઘરેથી કામ કરવાનું શરૂ કરી શકે છે. આ યોજના એવી મહિલાઓ માટે ખુલ્લી છે જેઓ ફરીથી કાર્યબળમાં પ્રવેશ કરવા માંગે છે. રાજ્ય દીઠ કુલ 50,000 મહિલાઓ આ કાર્યક્રમ માટે પાત્ર છે.

આ યોજનાનો લાભ ગ્રામીણ અને શહેરી બંને મહિલાઓ મેળવી શકે છે. અરજી કરવા માટે, અરજદારે આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, આવકનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઇલ નંબર આપવો આવશ્યક છે. જો અરજદાર વિકલાંગ હોય અથવા વિધવા હોય, તો તેઓએ સંબંધિત દસ્તાવેજો પણ આપવાના રહેશે.

મફત સિલાઈ મશીન મેળવવા માટે જરૂરી દસ્તાવેજો

પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ મફત સિલાઈ મશીન માટે અરજી કરવા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે:

  • આધાર કાર્ડ
  • ઉંમરનો પુરાવો
  • આવકનો પુરાવો
  • અધિકૃતતા પ્રમાણપત્ર
  • વિકલાંગતાના તબીબી દસ્તાવેજો (જો લાગુ હોય તો)
  • નિરાધાર વિધવા સ્થિતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • સમુદાય સ્થિતિ પ્રમાણપત્ર
  • કાર્યરત મોબાઇલ ફોન નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો.

માનવ ગરીમા યોજના ફ્રી સિલાઇ મશીન કિટ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દર વર્ષે માનવ ગરીમા યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવામા આવે છે. આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે લાભાર્થીઓને ટુલ્સ કિટ આપવામા આવે છે. જેમા ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ કમ્પ્યુટરાઇઝડ ડ્રો ના આધારે લાભાર્થીની પસંદગી કરી લીસ્ટ બહાર પાડવામા આવે છે. આ 28 પ્રકારના વ્યવસાયમા દરજીકામ પણ સામેલ છે. એટલે કે પુરૂષોને તથા મહિલાઓને Free Silai machine દરજીકામ માટે જરૂરી ટુલ્સ કિટ આપવામા આવે છે.

માનવ કલ્યાણ યોજના ઓનલાઇન અરજી

માનવ ક્લ્યાણ યોજના અંતર્ગત વીવીધ વ્યવસાયો માટે સાધન સહાય આપવા માટે તા. 1 એપ્રીલ 2023 થી ઓનલાઇન અરજી શરૂ થશે. તે માટે નીચે મુજબ પ્રોસેસ કરો.

  • સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ: https://e-kutir.gujarat.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટમા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની વીવીધ યોજનાઓ આવશે.
  • તેમા માનવ ક્લ્યાણ યોજના સીલેકટ કરી સૌ પ્રથમ તેનુ ડીટેઇલ નોટીફીકેશન, નિયમો અને ઓનલાઇન ફોર્મ કેમ ભરવુ તેની સૂચનાઓ વાંચી લો.
  • ત્યાર બાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી બટન પર ક્લીક કરો.
  • તેમા સૌ પ્રથમ તમારૂ રજીસ્ટ્રેશન કરી તમારૂ આઇ.ડી. બનાવો.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.
  • ઓનલાઇન ફોર્મ ભરતી વખતે દરજી કામ સહાય ઓપ્શન સીલેકટ કરો.

Antyoday Ration Card (AAY) Gujarat Form and Procedure 2023

PM Free Silai Machine Yojana || માનવ ગરીમા યોજના માટે ઓનલાઇન અરજી

આ યોજના માટે ઓનલાઇન અરજી કરવા નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • સૌ પ્રથમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://sje.gujarat.gov.in ખોલો.
  • તેમા મેનુ મા યોજનાઓ ઓપ્શન પર ક્લીક કરો.
  • તેમા માનવ ગરીમા યોજના પસંદ કરી તેની જરૂરી વિગતો વાંચો.
  • ત્યારબાદ ઓનલાઇન ફોર્મ તમારી જરૂરી વિગતો અને જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરીને ભરો.
  • આ યોજના માટે હાલ ઓનલાઇન ફોર્મ ભરવાનુક હાલુ નથી. સામાન્ય રીતે આ યોજના માટે દર વર્ષે જુલાઇ મહિનામા ઓનલાઇન ફોર્મ ભરાય છે.

Solar Rooftop Yojana Gujarat Subsidy 2023 Last Date, Benefits, Eligibility @suryagujarat.guvnl.com

PM Free Silai Machine Yojana || સિલાઇ મશીન કીટ ઓનલાઇન ફોર્મ

સિલાઇ મશીન કીટ સહાય માનવ ક્લ્યાણ યોજના અંતર્ગત આપવામા આવે છે. જેના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ હાલ ચાલુ થઇ ગયેલ છે. જેના માટે ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.

  • સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ તેમા સૌથી ઉપર આપેલ કમિશનર,કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ પર ક્લીક કરો.
  • તેમા વીવીધ યોજનાઓના લીસ્ટ આવશે તેમાથી માનવ કલ્યાણ યોજના ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો નાખી તમારૂ રજીસ્ટ્રેશન આઇ.ડી. બનાવો.
  • ત્યારબાદ લોગીન થઇને તમે માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

આ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તમામ માહિતી કાળજીપૂર્વક સબમીટ કરી જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરો.

PM Free Silai Machine Yojana FAQs

પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2023 શું છે?

PM ફ્રી સિલાઈ મશીન યોજના 2023 એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી એક સરકારી પહેલ છે, જેનો ઉદ્દેશ્ય આર્થિક રીતે વંચિત મહિલાઓને રોજગારીની તકો અને મફત સિલાઈ મશીનોના વિતરણ દ્વારા આવક કમાવવાનું સાધન પ્રદાન કરવાનો છે.

ફ્રી સિલાઈ મશીન યોજના 2023 માટે કોણ અરજી કરવા પાત્ર છે?

આ યોજના ભારતમાં રહેતી વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ સહિત આર્થિક રીતે વંચિત 20 થી 40 વર્ષની વયની મહિલાઓ માટે ખુલ્લી છે. નોકરી કરતી મહિલાના પતિની વાર્ષિક આવક રૂ.થી વધુ ન હોવી જોઈએ. 12,000 છે

PM Free Silai Machine Yojana 2023 માટે અરજી કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર છે?

અરજી કરવા માટે, અરજદારે આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, આવકનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઇલ નંબર આપવો આવશ્યક છે. જો અરજદાર વિકલાંગ હોય અથવા વિધવા હોય, તો તેઓએ સંબંધિત દસ્તાવેજો પણ આપવાના રહેશે.

આ યોજના હેઠળ કેટલી મહિલાઓને મફત સિલાઈ મશીન મળશે?

આ યોજના હેઠળ, અંદાજે 50,000 મહિલાઓને સરકાર તરફથી મફત સિલાઈ મશીનો પ્રાપ્ત થશે.

શીવણ માટેની કિટ કઇ યોજનાઓ અંતર્ગત આપવામા આવે છે ?

માનવ ગરીમા યોજના અને માનવ કલ્યાણ યોજના

માનવ ગરીમા અને માનવ કલ્યાણ યોજનામા શું સહાય મળે છે?

આ યોજનાઓમા વીવીધ વ્યવસાયો માટે ટુલ્સ કિટ સહાય રૂપે મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *