Pradhan Mantri Awas Yojana 2023 : પ્રધાનમંત્રી આવાસ યોજના 2023, જાણો સંપૂર્ણ માહિતી

By | December 14, 2023

Pradhan Mantri Awas Yojana 2023 : મિત્રો, વર્ષ 2023 ના કેન્દ્રીય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ શહેરી માટે સરકાર દ્વારા નવા આવાસ માટે બજેટ ફાળવવામાં આવેલ છે. પીએમ આવાસ યોજના બે ભાગોમાં ચાલે છે જેમાં શહેરી લોકો અને ગ્રામીણ લોકો (pmay rural) નો સમાવેશ થાય છે. આ યોજના નું બીજુ નામ ઈન્દિરા આવાસ યોજના (IAY) છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત જે લોકો પાસે રહેવા માટે છત નથી તેમને પાકું ઘર બનાવી આપવા PMAY અંતર્ગત સબસીડી આપવામાં આવે છે.

PM awas yojana અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં “બધા માટે આવાસ” બનાવી લક્ષ્યાંક પૂરો કરવાનો હતો પરંતુ હવે તે વર્ષ ૨૦૨૪ સુધી લંબાવવાંમાં આવેલ છે. આ યોજનાના લાભાર્થીઓને  ૨૫ મીટર પાકું ઘર બનાવવામાં મદદ કરવાનો છે. આજે આપણેપ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી 2022-23, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને PMAY Application Form ની સંપૂર્ણ વિગત અહીંથી જોઈશું.

Pradhan Mantri Awas Yojana 2023

પોસ્ટનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 (PM Awas Yojna)
યોજના જાહેર થયાની તારીખ 25 જૂન 2015
કોને લાભ મળી શકે ભારતનો દરેક નાગરિક
ઓફિશયલ વેબસાઇડ pmaymis.gov.in
આર્ટિકલ નો પ્રકાર સરકારી યોજના

 

કોને લાભ મળી શકે

આ યોજનામાં વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા લોકો કે જેઓની પાસે કોઈ ઘર નથીતેઓ અરજી કરી શકે છે. સરકારની આ યોજનામાં 2.50 લાખ સુધીની સહાયતા કરવામાં આવે છે. જેમાં 3 હપ્તે રૂપિયા આપવામાં આવે છે. પહેલા હપ્તે 50,000 રૂપિયા, પછી 1.50 લાખ અને અંતમાં 50,000 આપવામાં આવે છે. આ કુલ રૂપિયામાં 1 લાખ રાજ્ય સરકાર અને 1.50 લાખ કેન્દ્ર સરકાર આપે છે.Pradhan Mantri Awas Yojana 2023

પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ (PM Awas Yojana Documents List)

 1. જમીન માલિકી ના પુરાવા (પાકા દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નકલ).
 2. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવો મામલતદારશ્રી/તલાટી નો દાખલો (૩ લાખ થી ઓછી આવક મર્યાદા).
 3. અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગોનું રૂ, 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ સોગંદનામું.
 4. આાધારકાર્ડની નકલ(કુટુંબ ના દરેકસભ્યની).
 5. મતદાનકાર્ડ ની નકલ.
 6. બેંક પાસબુક / કેન્સલ ચેક.
 7. રહેઠાણ નો લાભાર્થી સાથેનો ફોટો.
 8. લાભાર્થી નો પાસપોર્ટ સાઈઝ ફોટો.
 9. સંયુક્ત માલિકી ના કિસ્સા માં જમીન ના અન્ય માલિકો દ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતી આપતો રુ. 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સંમતિપત્ર.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G)

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) અગાઉ ઇન્દિરા આવાસ યોજના તરીકે ઓળખાતું હતું અને તેનું નામ માર્ચ 2016 માં બદલાવવામાં આવ્યું હતું.

ઉદ્દેશ એ છે કે બેઘર અને કાચા મકાનોમાં રહેનારાઓને પાક્કા મકાનોના નિર્માણમાં મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવી. ગ્રામીણ વિકાસ મંત્રાલયના પ્રાપ્ત માહિતી મુજબ, બધા રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોમાં 1, 03,01,107 મકાનોને મંજૂરી આપવામાં આવી છે.Pradhan Mantri Awas Yojana 2023

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ના ફાયદા અને વિશેષતા

 • તે દિલ્હી અને ચંડીગઢ. સિવાય ભારતના તમામ ગ્રામીણ વિસ્તારોમાં આવાસ સુવિધાઓને પ્રોત્સાહન આપે છે.
 • આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અરજદારોને પાકું મકાન બાંધવામાં મદદ કરવાનું છે.
 • આ યોજનાનો હેતુ 2024 સુધીમાં ગ્રામીણ ગરીબો માટે 4 કરોડ મકાનો બનાવવાનો છે.
 • આ યોજનાનું બજેટ ₹ 81,975 કરોડ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની યોગ્યતા માપદંડ

 • આ યોજના દિલ્હી અને ચંડીગઢ માં રહેતા લોકોને લાગુ પડતી નથી.
 • સાદા અને પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો માટે, તેમને અનુક્રમે રૂ. 1,20,000 અને રૂ. 1,30,000 નું ભથ્થું આપવામાં આવશે.
 • ઘરનું એકમ કદ 25 ચોરસ મીટર સુધી હોઇ શકે છે જેમાં સમર્પિત રસોઈ વિસ્તાર પણ શામેલ હશે.
 • ઘરના બાંધકામ માટે લાભકર્તાને રૂ. 70,000 સુધીની લોનની રકમ ઉપલબ્ધ છે, જે વૈકલ્પિક છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે લાભ કોણ લઈ શકે ?

 • આ યોજનાના લાભાર્થીઓને સામાજિક-આર્થિક અને જાતિ ગણતરી (SECC) માંથી ઉપલબ્ધ ડેટા મુજબ ઓળખવામાં આવશે અને તેમાં શામેલ છે –
 • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ.
 • બી.પી.એલ. હેઠળ બિન-અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિ અને લઘુમતીઓ.
 •  બંધાયેલા મજૂરોને મુક્ત કર્યા હોઈ તે.
 • વિધવાઓ અને અર્ધલશ્કરી દળોના સગપણની અને ક્રિયામાં માર્યા ગયેલા વ્યક્તિઓ, ભૂતપૂર્વ સૈનિક અને નિવૃત્તિ યોજના હેઠળના લોકો.

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો – Required Documents For Pradhanmantri Awas Yojana

 1. ફોર્મ: અરજી ફોર્મ યોગ્ય રીતે હસ્તાક્ષર સાથે.
 2. આઈડી પ્રૂફ: પાનકાર્ડ, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધારકાર્ડ, વગેરે.
 3. સરનામું પુરાવો: મતદાર કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, નવીનતમ ઉપયોગિતા બિલ અથવા ભાડા કરાર
 4. આવકનો પુરાવો: પગારદાર કર્મચારીના કિસ્સામાં – 6 મહિનાની પગારની કાપલી, નવીનતમ ફોર્મ 16 અથવા છેલ્લા 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ. સ્વ રોજગારીના કિસ્સામાં – છેલ્લા 2 નાણાકીય વર્ષોની ગણતરી સાથે, બેલેન્સ શીટ અને નફો અને ખોટ ખાતું સાથે આઇટી રિટર્ન્સ આપે છે.

FAQs – વારંવાર પુછાતા પ્રશ્નો :

 1. પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે શરૂ થઈ હતી?

  પ્રધાનમંત્રી આવાસ યોજના મિશન 25મી જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું જે વર્ષ ૨૦૨૩ સુધીમાં તમામને આવાસ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક છે.

 2. પ્રધાનમંત્રી આવાસ યોજના શા માટે શરૂ કરવામાં આવી?

  ભારતના તમામ લોકો માટે શરૂ કરવામાં આવી છે જેમની પાસે ઘર નથી અથવા જેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે.

 3. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે છે કે ગ્રામ્ય વિસ્તાર માટે?

  પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તાર માં રહેતા લોકો માટે છે.

 4. Pradhan Mantri Awas Yojana હેઠળ કુલ મળવાપાત્ર સહાય કેટલી છે?

  પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ મળવાપાત્ર રકમ રૂ.૩,૫૦,૦૦૦ (રૂ.ત્રણ લાખ પચાસ હજાર) છે.

 5. Pradhan Mantri Awas Yojana માટે હેલ્પલાઈન નંબર કયો છે?

  પ્રધાનમંત્રી આવાસ યોજના માટે હેલ્પલાઈન નંબર 1800113377 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *