Talati Exam Call Letter 2023 | તલાટી પરીક્ષા કોલ લેટર અહીંથી ડાઉનલોડ કરો | Talati Exam Hall Ticket 2023

By | April 27, 2023

Talati Call Letter 2023: તલાટી કોલ લેટર 2023: ઓજસ કોલ લેટર ડાઉનલોડ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા તલાટી ની ભરતી માટેની પરીક્ષા તારીખ 7 મે 2023 ના રોજ લેવાનારી છે. આ પરીક્ષા માટેના કોલ લેટર એટલે કે તલાટી હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે મંડળ તરફથી ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. ચાલો જાણીએ Talati Call Letter 2023 ક્યારથી ડાઉનલોડ થશે અને કઇ રીતે ડાઉનલોડ કરી શકાશે.

Talati Call Letter 2023 | તલાટી પરીક્ષા કોલ લેટર અહીંથી ડાઉનલોડ કરો

ભરતી સંસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતી જગ્યા તલાટી મંત્રી
આર્ટીકલ પ્રકાર પરીક્ષા કોલ લેટર
OJAS કોલ લેટર
તલાટી પરીક્ષા તારીખ 7 મે 2023
ઓફીસીયલ વેબસાઇટ https://gpssb.gujarat.gov.in
કોલ લેટર ડાઉનલોડ તારીખ 27-4-2023 થી
  • જાહેરાત ક્રમાંક: ૧૦/૨૦૨૧-૨૨
  • સંવર્ગનું નામ: ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
  • પરીક્ષાની તારીખ: તા.7-5-2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: ૧૨-૩૦ થી ૧૩-૩૦ ક્લાક

તલાટી પરીક્ષા ક્નફર્મેશન

તલાટી ની ભરતી માટે જે ઉમેદવારો એ ફોર્મ ભરેલ હતુ તેવા ઉમેદવારો પૈકી જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગે છે તેમની પાસેથી પરીક્ષા આપવા માટેનુ કનફર્મેશન ઓનલાઇન માંગવામા આવેલ હતુ. ઓજસ વેબસાઇટ પર આવા 8,65,000 ઉમેદવારોએ પરીક્ષા આપવા માટેનુ કનફર્મેશન આપેલ છે. આ કનફર્મેશન આપેલા ઉમેદવારો જ તલાટી કોલ લેટર ડાઉનલોડ કરી શકસે અને તલાટી પરીક્ષા આપી શકસે.

Talati Exam Hall Ticket 2023

તલાટી પરીક્ષા કોલલેટર/ હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:

  • તા.૨૭-૦૪-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી
  • તા.૭-૦૫-૨૦૨૩ સવારે ૧૨-૩૦ કલાક સુધી

તલાટી પરીક્ષા હોલ ટીકીટ સૂચનાઓ

  • ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  • જે ઉમેદવારો એ તલાટી પરીક્ષા આપવા માટે ઓજસ વેબસાઇટ પર કન્ફર્મેશન આપ્યુ હતુ એવા ઉમેદવારો જ તલાટી હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકસે.
  • ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી.
  • જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ,ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા. સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.

Talati Exam Hall Ticket 2023 | તલાટી પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ લીંક

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અંગે નોટીફીકેશન અહિ ક્લીક કરો
હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંક અહિ ક્લીક કરો
જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર અહિ ક્લીક કરો

Beauty Parlour Kit Sahay Yojana : બ્યુટી પાર્લર કીટ સહાય 2023, અહીંથી ફોર્મ ભરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *